वैशाख सुद 11 - शासन स्थापना दिन
महावीर स्वामी भगवान ने जहाँ पर शासन की स्थापना की वह स्थल ,जहाँ इंद्रभूति गौतम आदि 11 विद्धान ब्राह्मणो को प्रतिबोध करके दीक्षा दी। गणधर पद पर स्थापित किया वो स्थल है - पावापुरी ( अपापापुरी ) ।
महावीर स्वामी प्रभु को वैशाख सुद 10 के दिन ऋजुवालीका नदी के किनारे केवलज्ञान हुआ था। केवलज्ञान के बाद प्रभुने वहाँ प्रथम देशना दी थी। तीर्थकर की प्रथम देशना निष्फल नही होती। परंतु महावीर प्रभु की प्रथम देशना निष्फल हुई थी। प्रभु वहा से विहार करके पावापुरी आये। यहाँ वैशाख सुद 11 के दिन प्रभु ने शासन की स्थापना की।
भगवान जब देशना दे रहे थे , वहा से थोड़े दूर इंद्रभूति और दूसरे 10 विद्धान ब्राह्मण एक यज्ञ कर रहे थे। वो समय देवो को दूर से आते देखा। वो मन में हरखाने लगे कि " अपने यज्ञ का प्रभाव कैसा है , देवो भी दूर दूर से यहा आते है। " जब देवो अपने स्थान के पास होकर दूर जाते देखा तो उनके मन में प्रश्न हुआ कि " यह देवो यह यज्ञ का स्थान छोड़कर यह बाजु क्युं जा रहे है ? "
इंद्रभूति गौतमे वहा से पसार होकर जा रहे देवता को रोककर प्रश्न किया कि " देवो आप यहाँ कहा जा रहे हो ? " तब देवो ने कहा कि " यहा तीर्थंकर परमात्मा महावीर प्रभु पधारे है। " यह सुनकर गौतम धुँआपुआ हो गए। और कहने लगे कि यह कौन पाखंडी आया है ," यह लोक में मेरे जितना ज्ञान धराता हुआ दूसरा कोई नही है। तो यह महावीर कहाँ से आ गया। " में वहा जाता हु , वाद में हरा देता हूं। ऐसे सोचकर अपने अभिमान में भगवान महावीर का जहाँ समोसरण रचाया था वहाँ गये। गौतम स्वामी प्रभु के सामने आकर खड़े थे। वहाँ प्रभु ने उनको जो शंका थी , उनका संशय दूर किया।
उनकी शंका का निवारण होकर उनका अभिमान दूर हो गया। उन्होंने प्रभु का शरण स्वीकारा। ऐसे प्रभु ने गौतम स्वामी को प्रथम गणधर पदे स्थापित किया। ऐसे दूसरे 10 ब्राह्मणों की शंका का समाधान करके प्रभु ने गणधर पदे स्थापित किये। ऐसे 11 विद्धान पंडितों के 4400 शिष्यों ने प्रभु के पास दीक्षा ली। चंदनबाला , राजकुल की कन्या ने , अमार्त्य आदि की पुत्री ने संसार छोडकर दीक्षा ली। नर नारीओ ने 12 व्रत श्रावक धर्म अंगीकार किया। ऐसे महावीर स्वामी प्रभु ने श्री संघ की स्थापना की।
વૈશાખ સુદ ૧૧ - શાસન સ્થાપના દિવસ...
🃏🃏🃏🃏🃏🃏🃏
ભગવાન મહાવીરે જ્યાં શાસનસ્થાપના કરી તે સ્થળ, ભગવાનને જ્યાં ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત 11 વિદ્વાન બ્રાહ્મણોને જ્યાં પ્રતિબોધ કરીને દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા તે સ્થળ,એટલે અપાપાપુરી (પાવાપુરી). આ સ્થળ અપાપા (પુણ્ય ભૂમિ)પુરીના નામથી પણ ઓળખાય છે.
વૈશાખ સુદ દશમના દિવસે જયારે ભગવાનને ઋજુવાલિકા નદીને કિનારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેમને ત્યાં જ પ્રથમ દેશના આપી હતી. આમ તો તીર્થંકર પ્રભુ જયારે પણ દેશના આપે તે ક્યારેય નિષ્ફળ જતી નથી, પણ પ્રભુ મહાવીરની આ પ્રથમ દેશના નિષ્ફળ ગઈ હતી, કારણકે તેમાં એક પણ કાળા માથાનો માનવી હાજર ન હતો.પ્રભુ ત્યાંથી વિહાર કરી પાવાપુરી આવ્યા અને અહી તેમને બીજા દિવસે વૈશાખ સુદ અગિયારસે શાસન સ્થાપના કરી અને ચાર પ્રકાર નો ધર્મ પ્રવર્તાવ્યો.
ભગવાન જયારે દેશના આપી રહ્યા હતા ત્યારે તે સ્થળથી થોડે દુર ઈન્દ્રભૂતિ અને બીજા દશ વિદ્વાન બ્રાહ્મણો એક યજ્ઞ કરી રહ્યા હતા. તે જ સમયે દેવો દુરથી તેમને આવતા દેખાતા તેઓ મનમાં હરખાવા લાગ્યા કે "આપના આ યજ્ઞનો પ્રભાવ કેવો છે કે દેવો પણ દુર દુર થી અહી આવે છે." પણ જયારે તેમણે દેવોને પોતાના સ્થાન પાસેથી પસાર થઈને દુર જતા જોયા તો તેમને મનમાં પ્રશ્ન જાગ્યો કે "આ દેવો આ યજ્ઞ સ્થાન છોડીને આ બાજુ ક્યાં જાય છે?".
ઈન્દ્રભૂતિ ગૌતમે ત્યાંથી પસાર થતા દેવોને વચ્ચે રોકીને પ્રશ્ન કર્યો કે "હે દેવો તમે આ બાજુ કયા જઈ રહ્યા છો?" ત્યારે દેવોએ કહ્યું કે, "આ બાજુ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પધાર્યા છે." આ વાત સાંભળીને ઈન્દ્રભૂતિ ગૌતમ ધુઆપુઆ થઈ ગયો અને તે કહેવા લાગ્યો કે "આ વળી કોણ નવો પાખંડી આવ્યો છે, આ સકળ લોકમાં મારા જેટલું જ્ઞાન ધરાવતું બીજું કોઈ છે જ નહિ તો આ મહાવીર ક્યાંથી આવી ચડ્યો છે ? લાવ હું જાવ છું અને હમણા જ એને વાદ માં હરાવી દઉં છું." આમ વિચારી તે પોતાના અભિમાનમાં ભગવાન મહાવીરનું સમવસરણ જ્યાં રચાયું હતું ત્યાં આવ્યો અને તે જોતાવેંત જ અભિભૂત થઈ ગયો અને પ્રભુની સામે જઈને હજુ તે ઉભો છે ત્યાં જ પ્રભુ તેની એક જ જે શંકા હતી તેનું નિવારણ લાવી દીધું.
પોતાની શંકાનું નિવારણ થતા તેનું અભિમાન ઓગળી ગયું અને તેણે પ્રભુનું શરણ સ્વીકારી લીધું અને આ રીતે પ્રભુએ શ્રી ગૌતામસ્વામીને પોતાના પ્રથમ ગણધર પદે સ્થાપ્યા. તે પછી વારાફરતી બીજા દસ બ્રાહ્મણોની શંકાનું પ્રભુએ સમાધાન કરતા તેઓ પણ પ્રભુના ગણધર પદે સ્થપાયા. આવી રીતે 11 વિદ્યાન પંડિતોના 4400 શિષ્યોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. ચંદનબાલા , રાજકુળની કન્યાઓ , અમાર્ત્યની પુત્રી એ સંસાર છોડીને દીક્ષા લીધી. નર નારીઓએ 12 વ્રત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. આવી રીતે મહાવીર સ્વામીએ શ્રી સંઘની સ્થાપના કરી.🙏🙏🙏
No comments:
Post a Comment