कथा है वर्धमानकी
चोविसवे जिनराजकी
परमोत्तम प्रपितामहकी
वर्तमान शासनपतिकी
भरत क्षेत्रकी शानकी
क्षत्रियकुंड नगर धामकी
श्री क्षत्रियकुंड तीर्थ (लछवाड)
मुळनायक : श्री महावीर भगवान , श्याम वर्ण , पद्मासनस्थ
तीर्थ महिमा : तळेटी से पर्वतमाळा शरू होती है । एक के बाद एक एेसे 7 पहाड चलने के बाद क्षत्रियकुंड नगर आता है ,यह परमात्मा महावीर भगवान का जन्म स्थान है । अपने जीवन के 30 वर्ष प्रभु महावीर ने यहा पर व्यतित किये थे । इस भूमि का कण कण पवित्र और वंदनीय है ।
क्षत्रियकुंड की तळेटी मे कुंडघाट से 5 कि.मी. , दूर स्थित श्री क्षत्रियकुंड तीर्थ वर्तमान चोवीसी के चरम तीर्थंकर श्री महावीर भगवान के च्यवन , जन्म अौर दीक्षा ऐसे तीन कल्याणको की भूमि होने से इसकी पवित्रता अनोखी है । वि.सं. पूर्व 543 के चैत्र सुद 13 सोमवार को उतरा फाल्गुनी नक्षत्र मे बिहार प्रांत के मुगेर जिल्ला मे जमुइ नगरी की पावन धरती पर कुंडग्राममां जगदोद्धारक भगवान महावीर का जन्म हुआ था ।यह विशेष स्थान आज लोगो मे जन्म स्थान तरह पहचानते है ।
स्वयं के जीवनकाळ के 30 वर्ष प्रभु महावीरे ने इस भूमि मे व्यतित किये थे ।
प्रभु प्रतिमा 2500 वर्ष से भी ज्यादा प्राचीन है । यहा प्रभु वीर के प्राचीन प्रसन्नचित प्रतिमा अति कलात्मक अौर दर्शनीय है । इस मूर्ति को भगवान महावीर के भाइ राजा नंदीवर्धन ने लगभग २६०० वर्ष पहेले भगवान महावीर के जीवित काळमां मे ही मूर्ति स्थापित करायी होनेसे इन्हे जीवित स्वामी भी कहते है । यह भगवान की सर्वप्रथम मूर्ति होने की मान्यता है । इस जिनालय के बाजु मे आज भी राजा नंदीवर्धन के रजवाडाओं के अवशेषो दृश्यमान होते है । यहां प्रत्येक वर्ष देश विदेश से लाखो जैन श्रावक -श्राविकाए भगवान महावीर की प्राचीन मूर्ति के दर्शन के लिए आते है ।यह मूर्ति कसोटी नाम के अत्यंत किंमती पथ्थर मे से बनाने मे आयी है । कसोटी पथ्थर काळे वर्ण का होता है , और इसे खास तो सोने की परख करने मे उपयोग होता है ,सोने सहित अलग अलग धातुओ को परखने हेतु कसोटी के पथ्थर पर घिसने मे आता है । आज भी ग्रामीण विस्तार मे साप के काटने पर कसोटी पथ्थर घिसकर सापका जहर निकालने मे उपयोग करने मे आता है ।
यह स्थान भगवान महावीर का जन्मस्थळ कहेलाता है अौर उनके जीवन की तीन अत्यंत महत्त्व की घटना (कल्याणक) भी इस स्थान के साथे जुडी हुई है । यह स्थान तब वैशाली नगरी से पहचाना जाता था ।भगवान महावीर का जन्मस्थान होने से यह भावनात्मक रूप से जैनो मे इस मूर्ति और मंदीर को बहुत ही महत्वपूर्ण माना जाता है ।
वर्तमान मे क्षत्रियकुंड पहाड पर एक मंदिर है । तळेटी मे दो छोटे मंदिर है । इन स्थानो को च्यवन और दीक्षा कल्याणक स्थान के नाम से संबोधित करने मे आते है ।यहाँ एक सुंदर फूलको का बग़ीचा भी है , जिसमे विविध रंगो के सुंदर चित्ताकर्षक गुलाब आते है । इन फूलो के हार जब भगवान पर चढाते है तब शोभा अवर्णीय होती है ।मंदिर मे भगवान की आरती अौर मंगळदीपक एेसे मधुर संगीत के साथे होते है कि मन भक्तिरस मे झुमने लगता है अनेको वाजिंत्रो के साथे मधुर स्वर मे आरती - मंगळ दीपक प्राय: कही ओर देखने नही मिलता है ।
वर्तमान मे तीर्थ का जिर्णोद्घार परम पूज्य आचार्य श्री नयवर्धनसूरिजी म सा की निश्रा मे चालु है और शीघ्र ही प्रतिष्ठा होने वाली है ।
यहाँ रहेने की और भोजनशाळा की सुविधा उपलब्ध है ।
अंतर : यह तीर्थ लछुवाड से 5 कि.मी. , काकंदी तीर्थ से 40 कि.मी. , पावापुरी से 95 कि.मी. , राजगृही से 115 कि.मी. ,
भागलपुर से 135 कि.मी. , पटना से 148 कि.मी. , शिखरजी से 193 कि.मी.के अंतर मे आया है ।
पता : श्री जैन श्वेताम्बर सोसायटी
मु.पो. क्षत्रियकुंड तीर्थ , लछुआड ,तालुक़ा सिकन्दरा , जिल्लो-जमुइ (बिहार ) पिन कोड -811315.
फोन ( 06345) 22361.
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ (લછવાડ)
મુળનાયક : શ્રી મહાવીર ભગવાન , શ્યામ વર્ણ , પદ્માસનસ્થ
તીર્થ મહિમા : તળેટીથી પર્વતમાળા શરૂ થાય છે. એક પછી એક એમ 7 પહાડ ઓળંગ્યા પછી ક્ષત્રિયકુંડ આવે છે. આ મહાવીર ભગવાનનું જન્મ સ્થાન છે. પોતાના જીવનના 30 વર્ષ પ્રભુ મહાવીરે અહીં ગળ્યા હતા. આ ભૂમિનો કણ કણ પવિત્ર ને વંદનીય છે.
ક્ષત્રિયકુંડની તળેટીમાં કુંડઘાટથી 5 કિ.મી. , દૂર આવેલું શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનાં ચ્યવન , જન્મ અને દીક્ષા જેવા ત્રણ કલ્યાણકોની ભૂમિ હોવાથી એની પવિત્રતા અનેરી છે. વિ.સં. પૂર્વે 543 ના ચૈત્ર સુદ 13 સોમવારે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં બિહાર પ્રાંતનાં મુગેર જિલ્લામાં જમુઇ નગરીની પાવન ધરતી પર કુંડગ્રામમાં જગદોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. આ વિશેષ સ્થાને આજે લોકો જન્મ સ્થાન તરીકે ઓળખે છે. પોતાના જીવનકાળનાં 30 વર્ષ પ્રભુ મહાવીરે આ ભૂમિમાં ગાળ્યા છે.
પ્રભુ પ્રતિમા 2500 વર્ષ થી પણ વધુ પ્રાચીન છે. અહીં પ્રભુ વીરની પ્રાચીન પ્રસન્નચિત પ્રતિમા અતિ કલાત્મક અને દર્શનીય છે. આ મૂર્તિને ભગવાન મહાવીરના ભાઇ રાજા નંદીવર્ધને લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરના જીવિત કાળમાં જ મૂર્તિ સ્થાપિત કરાવી હોવાથી એટલે એને જીવિત સ્વામી પણ કહેવાય છે. આને ભગવાનની સૌપ્રથમ મૂર્તિ હોવાનું માનવામાં આવે છે. આ જિનાલયની બાજુમાં આજે પણ રાજા નંદીવર્ધનના રજવાડાના અવશેષો દૃશ્યમાન થાય છેે. અહીં દર વર્ષે દેશ વિદેશથી લાખો જૈન શ્રાવકો ભગવાન મહાવીરની પ્રાચીન મૂર્તિના દર્શન અર્થે આવે છે. આ મૂર્તિ કસોટી નામના અત્યંત કિંમતી પથ્થરમાંથી બનાવવામાં આવી હતી. કસોટી પથ્થર કાળો કલરનો હોય છે અને ખાસ તો સોનું પરખવા માટે ઉપયોગ થાય છે. સોનું સહિત અલગ અલગ ધાતુઓને ચકાસવા માટે કસોટી પથ્થર પર ઘસવામાં આવે છે. તેમ જ આજે પણ ગ્રામીણ વિસ્તારમાં સાપ કરડે ત્યારે ત્યાં કસોટી પથ્થર ઘસીને સાપના ઝેરનું મારણ કરવામાં આવે છે.
આ સ્થળ ભગવાન મહાવીરનું જન્મસ્થળ કહેવાય છે અને તેમના જીવનની ત્રણ અત્યંત મહત્ત્વની ઘટના (કલ્યાણક) પણ આ સ્થળ સાથે જોડાયેલી છે. આ સ્થળ ત્યારે વૈશાલી નગરી તરીકે ઓળખાતું હોવાનું કહેવાય છે. ભગવાન મહાવીરના જન્મસ્થળ તરીકે ઓળખાતું હોવાને કારણે ભાવનાત્મક રીતે પણ જૈનો આ મૂર્તિ અને આ સ્થળ સાથે જોડાયેલા છે,
હાલમાં ક્ષત્રિયકુંડ પહાડ પર આ એક જ મંદિર આવેલું છે. તળેટીમાં બે નાના મંદિર છે. એ સ્થાનોને ચ્યવન અને દીક્ષા કલ્યાણક સ્થાનોના નામથી સંબોધિત કરવામાં આવેલ છે. અહીં એક સુંદર ફૂલબાગ પણ છે. જેમાં વિવિધ રંગના સુંદર ચિત્તાકર્ષક ગુલાબ થાય છે. આ ફૂલોનો હાર જયારે ભગવાનને ચઢે છે ત્યારની શોભા અવર્ણીય હોય છે. મંદિરમાં ભગવાનની આરતી અને મંગળદીવો એવા મધુર સંગીત સાથે થાય છે કે જીવ ભક્તિરસમાં ઝૂલવા લાગે. અનેક વાજિંત્રો સાથે મધુર સ્વરમાં થતા આવા આરતી - મંગળ દીવો ક્યાય જોયા નથી.
અહીં રહેવાની તેમ જ ભોજનશાળાની સુવિધા ઉપલબ્ધ છે.
અંતર : આ તીર્થ લછુવાડથી 5 કિ.મી. , કાકંદી તીર્થથી 40 કિ.મી. , પાવાપુરીથી 95 કિ.મી. , રાજગૃહીથી 115 કિ.મી. ,
ભાગલપુરથી 135 કિ.મી. , પટનાથી 148 કિ.મી. , શિખરજીથી 193 કિ.મી.ના અંતરે આવેલ છે.
એડ્રેસ : શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી
મુ.પો. ક્ષત્રિયકુંડ તીર્થ , લછુઆડ , તાલુકો-િસકન્દરા , જિલ્લો-જમુઇ (િબહાર) પિન ઃ 811315.
ફોન ( 06345) 22361.
Shri Kshatriyakund Tirth- (Lachwad )
No comments:
Post a Comment