શ્રી ક્ષત્રીયકુંડ તીર્થ
( Part -1)
હે ક્ષત્રીયકુંડ નરેશ...વિર વર્ધમાન જીનેશ
સુણો ઈક અરજ છે મારી ...મુજ દિલ મા કરજો પ્રવેશ ...
પાપ કર્મોનો બોજો છે ભારી..તુજ નામની છે બલિહારી ....
ભવોભવનો તુજ ઊપકારી...
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનાં ચ્યવન , જન્મ અને દીક્ષા જેવા ત્રણ કલ્યાણકોની ભૂમિ ...
આ તીર્થવો મહિમા અપરંપાર છે...
તળેટીથી પર્વતમાળા શરૂ થાય છે. એક પછી એક એમ 7 પહાડ ઓળંગ્યા પછી ક્ષત્રિયકુંડ આવે છે.
આ મહાવીર ભગવાનનું જન્મ સ્થાન છે. પોતાના જીવનના 30 વર્ષ પ્રભુ મહાવીરે અહીં ગળ્યા હતા.
આ ભૂમિનો કણ કણ પવિત્ર ને વંદનીય છે.
ક્ષત્રિયકુંડની તળેટીમાં કુંડઘાટથી ..
. વિ.સં. પૂર્વે 543 ના ચૈત્ર સુદ 13 સોમવારે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં
બિહાર પ્રાંતનાં મુગેર જિલ્લામાં જમુઇ નગરીની પાવન ધરતી પર કુંડગ્રામમાં જગદોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો હતો.
આ વિશેષ સ્થાને આજે લોકો જન્મ સ્થાન તરીકે ઓળખે છે. પોતાના જીવનકાળનાં 30 વર્ષ પ્રભુ મહાવીરે આ ભૂમિમાં ગાળ્યા છે.
" જોઈ તારી મુરત મનોહારી...
પ્રભુ થયો છું હું સદ્દભાગી...
તુજ શાશન નો સહભાગી...
બસ એક જ લગન હવે લાગી...બનું તુજ કવન ગુણરાગી....
પ્રભુ પ્રતિમા 2500 વર્ષ થી પણ વધુ પ્રાચીન છે.
અહીં પ્રભુ વીરની પ્રાચીન પ્રસન્નચિત પ્રતિમા અતિ કલાત્મક અને દર્શનીય છે. આ મૂર્તિને ભગવાન મહાવીરના ભાઇ રાજા નંદીવર્ધને લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરના જીવિત કાળમાં જ મૂર્તિ સ્થાપિત કરાવી હોવાથી એટલે એને જીવિત સ્વામી પણ કહેવાય છે.
આને ભગવાનની સૌપ્રથમ મૂર્તિ હોવાનું માનવામાં આવે છે...
આ જિનાલયની બાજુમાં આજે પણ રાજા નંદીવર્ધનના રજવાડાના અવશેષો દૃશ્યમાન થાય છેે.
અહીં દર વર્ષે દેશ વિદેશથી લાખો જૈન શ્રાવકો ભગવાન મહાવીરની પ્રાચીન મૂર્તિના દર્શન અર્થે આવે છે.
આ મૂર્તિ કસોટી નામના અત્યંત કિંમતી પથ્થરમાંથી બનાવવામાં આવી હતી.
કસોટી પથ્થર કાળો કલરનો હોય છે અને ખાસ તો સોનું પરખવા માટે ઉપયોગ થાય છે. સોનું સહિત અલગ અલગ ધાતુઓને ચકાસવા માટે કસોટી પથ્થર પર ઘસવામાં આવે છે....
" ઓ જીનશાશનના રાજા ..તારી જીવન જ્યોત નીરાળી..
આ સ્થળ ભગવાન મહાવીરનું જન્મસ્થળ કહેવાય છે અને તેમના જીવનની ત્રણ અત્યંત મહત્ત્વની ઘટના (કલ્યાણક) પણ આ સ્થળ સાથે જોડાયેલી છે.
આ સ્થળ ત્યારે વૈશાલી નગરી તરીકે ઓળખાતું હોવાનું કહેવાય છે.
ભગવાન મહાવીરના જન્મસ્થળ તરીકે ઓળખાતું હોવાને કારણે ભાવનાત્મક રીતે પણ જૈનો આ મૂર્તિ અને આ સ્થળ સાથે જોડાયેલા છે,
હાલમાં ક્ષત્રિયકુંડ પહાડ પર આ એક જ મંદિર આવેલું છે.
તળેટીમાં બે નાના મંદિર છે. એ સ્થાનોને ચ્યવન અને દીક્ષા કલ્યાણક સ્થાનોના નામથી સંબોધિત કરવામાં આવેલ છે.
અહીં એક સુંદર ફૂલબાગ પણ છે.
જેમાં વિવિધ રંગના સુંદર ચિત્તાકર્ષક ગુલાબ થાય છે.
આ ફૂલોનો હાર જયારે ભગવાનને ચઢે છે ત્યારની શોભા અવર્ણીય હોય છે.
મંદિરમાં ભગવાનની આરતી અને મંગળદીવો એવા મધુર સંગીત સાથે થાય છે કે જીવ ભક્તિરસમાં ઝૂલવા લાગે. અનેક વાજિંત્રો સાથે મધુર સ્વરમાં થતા ....
આવા આરતી - મંગળ દીવો ક્યાય જોયા નથી.
No comments:
Post a Comment