Wednesday, 13 May 2020

Shree Adintath Bhagwaan palitana history

श्री आदिनाथ भगवान 

            श्री ऋषभदेव प्रभु के 13 भव हुए। पूर्व भव में प्रभु की आत्मा सर्वार्थसिद्धि नाम के विमान में थी, वहाँ 33 सागरोपम का आयुष्य पूर्ण करके वहाँ रहकर मतिज्ञान , श्रुतज्ञान और अवधिज्ञान के साथ  नाभि कुलकर की देवी मरुदेवी माता की कुक्षी में जेठ वद 4 के दिन धन राशि और उत्तराषाढा नक्षत्र में मध्यरात्रि च्यवन हुआ। तब मरूदेवा माता ने 14 स्वप्न देखे। 

           प्रभु माता के गर्भ में 9 माह 4 दिन रहे। फागुण वद 8 के दिन उत्तराषाढा नक्षत्र में मध्यरात्रि जन्म हुआ। 56 दिक्ककुमारिकाओ ने आकर सूति कर्म किया। 64 इन्द्रो ने मेरु पर्वत पर 1 करोड़ 60 लाख कलशों से जन्माभिषेक महोत्सव किया। प्रातः काले प्रभु के पिता ने जन्मोत्सव मनाया।  
          
                  प्रभु की दायी जांघ पर ऋषभ का लंछन था। 500 धनुष्य की काया थी। सुवर्ण वर्ण था। प्रभु 20 लाख पूर्व वर्ष कुमार अवस्था में रहे। प्रभु का इक्ष्वाकुवंश और कश्यप गोत्र था। प्रभु का लग्न सुमंगला और सुनंदा के साथ देवताओं-देवीओं ने आकर किया था । सुमंगला ने भरत - ब्राह्मी युगल को जन्म दिया। 49 पुत्र युगल ( 98 पुत्रो ) को जन्म दिया। सुनंदा ने बाहुबली और सुंदरी युगल को जन्म दिया। प्रभु को 100 पुत्र और 2  पुत्रियाँ  थी। प्रभु विश्व के जीवों के सुख के लिये चित्रकाम , कुम्भकार ,  वार्धकि , वणकर आदि 100 कला शिखाई। पुरुष की 72 कला और स्त्री 64 कला शिखाई। ब्राह्मी को 18 लिपि का ज्ञान और सुंदरी को गणित ज्ञान सिखाया था । 

           प्रभु 1 वर्ष तक हरदिन 1 करोड़ 8 लाख सोनामहोर का दान देते है। प्रभु सुदर्शना नाम की शिबिका में बैठकर सिद्धार्थ वन में पधारते है। वहाँ अशोकवृक्ष की नीचे 4 मुष्ठि लोच करते है। छठ्ठ का तप करके 83 लाख पूर्व वर्ष की पिछली उम्र फाल्गुन वद 8 के दिन उत्तरषाढा नक्षत्र में कच्छ महाकच्छ आदि 4000 के साथ दीक्षा लेते है। तब प्रभु को चौथा मनःपर्याव ज्ञान होता है। प्रभु को अंतराय कर्म के उदय के कारण दीक्षा के 13 माह 10 दिन के बाद हस्तिनापुर नगरी में श्रेयांस कुमार के हाथों इक्षुरस से प्रथम पारणा करते है। तब पंच दिव्य प्रगट होते है। साढ़े बारह करोड़ सोनामहोर की वृष्टि होती है। 

              प्रभु दीक्षा के बाद 1000 वर्ष आर्य अनार्य देश में विचरण करते है। प्रमाद निंद्रा 1अहोरात्रि की। प्रभु विचरते विचरते विनिता नगरी के पुरीमताल उपनगर के शकटमुख उद्यान में अठ्ठम का तप करके वटवृक्ष की नीचे ध्यान में थे तब महा वद 11 के दिन उत्तरषाढा नक्षत्र में केवलज्ञान हुआ। लोकालोक के सर्व भवो को देखने और जाणने लगे। प्रभु 18 दोष से रहित हुए। 8 प्रातिहार्य और 34 अतिशय से युक्त हुए। तब देवोनो आकर समवसरण की रचना की। प्रभु समवसरण में मध्य सिंहासन पर अशोकवृक्ष की नीचे बैठकर सम्यक्त्व - पंच महाव्रत - 12 व्रत को समझाती 35 गुण से युक्त वाणी से देशना देते है। देशना सुनकर भरत के ऋषभसेन ( पुंडरीक ) आदि 500 पुत्र और 700 पौत्र दीक्षा लेते है। प्रभु को पुंडरीक स्वामी आदि 84 गणधर थे। 

                प्रभु विचरते विचरते अष्टापद पधारते है। वहाँ चतुर्दशभक्त ( 6 उपवास ) तप करते 10000 साधु के साथ पोष वद 13 के दिन मकर राशि और अभिजीत नक्षत्र में मोक्ष में जाते है। तब प्रभु का चारित्र पर्याय 1 लाख पूर्व वर्ष और 84 लाख पूर्व वर्ष का आयुष्य पूर्ण हुआ था। तब तीसरे आरे के 89 पखवाड़िये बाकी थे। प्रभु का शासन 50 लाख करोड़ सागरोपम तक चला था। प्रभु के शासन में अंतमुहूर्त के बाद मरुदेवी माता से मोक्ष मार्ग शुरु हुआ था वो असंख्यात युग पुरुष तक चला था। प्रभु के शासन में उत्कृष्ट अवगहना वाले 108 आत्मा एक साथे मोक्ष में गये वो अच्छेरा हुआ था। प्रभु के शासन में उत्तम पुरुष भरत चक्रवर्ती और भीमावलि रुद्र हुए। प्रभु के भक्त राजा भरत चक्रवर्ती थे। प्रभु की माता मोक्ष में गये और पिता नागकुमार देवलोक में गये है।

શ્રી આદિનાથ ભગવાન 

                શ્રી આદિનાથ ભગવાનના 13 ભવ થયા. પ્રભુનો આત્મા પૂર્વ ભવમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં હતા ત્યાં 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં રહેલ મતિજ્ઞાન , શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના નાભિ કુલકરના મરુદેવી માતાની કુક્ષીએ જેઠ વદ 4ને ધન રાશિ અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં મધ્યરાત્રિ ચ્યવન થયું. ત્યારે માતાએ 14 સ્વપ્ન જોયા.

             પ્રભુ માતાના ઉદરમાં 9 મહિના અને 4 દિવસ રહ્યા. ફાગણ વદ 8ના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રભુનો વિનીતા નગરીમાં જન્મ થયો. ત્યારે 56 દિક્કકુમારીકાઓએ આવીને સૂતિ કર્મ કર્યું. 64 ઈન્દ્રોએ મેરુ પર્વત પર 1 કરોડ 60 લાખ કળશો વડે જન્માભિષેક મહોત્સવ કર્યો. પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો.

                પ્રભુની જમણી જાંઘ પર ઋષભનું લાંછન હતું. સુવર્ણ વર્ણ અને 500 ધનુષ્યની કાયા હતી. પ્રભુ 20 લાખ પૂર્વ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. પ્રભુનું ઈક્ષવાકુવંશ અને કશ્યપ ગોત્ર હતું. પ્રભુના લગ્ન સુમંગલા અને સુનંદા સાથે દેવ દેવીએ આવીને કરાવ્યા હતા. સુમંગલાએ ભરત - બ્રાહ્મી યુગલને જન્મ આપ્યો. 49 પુત્ર યુગલ ( 98 પુત્રો )ને પણ જન્મ આપ્યોહતો. સુનંદાએ બાહુબલી અને સુંદરીને યુગલ રૂપે જન્મ આપ્યો. પ્રભુને 100 પુત્ર અને 2 પુત્રી હતા. પ્રભુ વિશ્વના જીવોના સુખ માટે ચિત્રકામ , કુંભકાળ , વાર્ધિક , વણકર વગેરે 100 કળા શીખવાડી. પુરુષની 72 કળા અને સ્ત્રીની 64 કળા શીખવાડી. બ્રાહ્મીને 18 લિપિ જ્ઞાન અને સુંદરીને ગણિત જ્ઞાન શીખવાડ્યું હતું. 

            પ્રભુ દરરોજ 1 વર્ષ સુધી 1 કરોડ અને 8 લાખ સોનૈયાનું દાન આપે છે. પ્રભુ સુદર્શના નામની શિબિકામાં બેસીને સિદ્ધાર્થ વનમાં અશોકવૃક્ષની નીચે 4 મુષ્ઠી લોચ કરે છે. પ્રભુ છઠ્ઠનો તપ કરતાં 83 લાખ પૂર્વ વર્ષની પાછલી ઉંમરે ફાગણ વદ 8ના દિવસે ઉત્તરષાઢા નક્ષત્રમાં કચ્છ મહાકચ્છની સાથે  4000ની સાથે દીક્ષા લે છે. ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન થાય છે. પ્રભુને અંતરાય કર્મના ઉદયના કારણે દીક્ષા પછી 13 મહિના અને 10 દિવસે હસ્તિનાપુર નગરીમાં શ્રેયાંસ કુમારના હાથે ઈક્ષુ રસથી પહેલું પારણું કરે છે. ત્યારે પાંચ દિવ્ય પ્રગટ થાય છે. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે.

                પ્રભુ દીક્ષા પછી 1000 વર્ષ આર્ય અનાર્ય દેશમાં વિચરતા રહ્યા. તેમાં પ્રમાદ નિદ્રા માત્ર 1 અહોરાત્રિ જ કરેલ. આમ વિચારતાં વિનિતાનગરીના પુરિમતાલ ઉપનગરના શકટમુખ ઉધાનમાં અઠ્ઠમનો તપ કરતાં વટવૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે મહા વદ 11 ના દિવસે ઉત્તરષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સાથે 18 દોષથી રહિત થયા. અને 8 પ્રતિહાર્ય અને 34 અતિશયથી યુક્ત થયાં. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુ સમવસરણમાં મધ્ય સિંહાસન ઉપર અશોકવૃક્ષની નીચે બેસીને સમ્યકત્વ - પાંચ મહાવ્રત - 12 વ્રતને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપી. દેશના સાંભળીને ભરતના ઋષભસેન ( પુંડરીક ) વગેરે 500 પુત્ર અને 700 પૌત્રએ દીક્ષા લીધી. પ્રભુને પુંડરીક સ્વામી વગેરે 84 ગણધર હતા. 

                  પ્રભુ વિચરતાં વિચરતાં અષ્ટાપદ પધારે છે. ત્યાં ચતુર્દશભક્ત ( 6 ઉપવાસ ) તપ કરતાં 10000 સાધુની સાથે પોષ વદ 13ના દિવસે મકર રાશિ અને અભિજીત નક્ષત્રમાં મોક્ષે ગયા. ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખ પૂર્વ વર્ષ અને 84 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. ત્યારે ત્રીજા આરાના 89 પખવાડિયા બાકી હતા. પ્રભુનું શાસન 50 લાખ કરોડ સાગરોપમ સુધી ચાલ્યું હતું. પ્રભુના શાસનમાં અંતમુહૂર્ત પછી મરુદેવી માતાથી મોક્ષ માર્ગ શરૂ થયો જે અસંખ્યાત યુગ પુરુષ સુધી ચાલ્યો હતો. પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ અવગહના વાળા 108 આત્મા એક સાથે મોક્ષે ગયા હતા તે અચ્છેરું થયું હતું. પ્રભુના શાસનમાં ઉત્તમ પુરુષ ભરત ચક્રવર્તી અને ભીમાવલિ રુદ્ર થયા હતા. પ્રભુની માતા મોક્ષે અને પિતા નાગકુમાર દેવલોકમાં ગયા હતા.

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...