વાલમ તિર્થ નો ઈતિહાસ
મુળ નાયક શ્રી નેમિનાથ પ્રભુજીની પ્રતિમા ૧૧ લાખ ૮૫ હજાર પૂર્વ ની છે. મુનિસુવ્રત કાળ માં ૩૦૦ વર્ષ પછી અષાઢી શ્રાવક ભરાયેલી આ મૂર્તિ છે.
સંપ્રતિરાજા એ બનાવેલ ૧.૨૫ લાખ દેરાસર માં ફક્ત બે દેરાસર મૌજુદ છે. એક ગિરનાર તીર્થ માં સંપ્રતિ ટુક છે. બીજું દેરાસર વાલમ ગામ માં છે.
પંન્યાસ શ્રી અભયસાગર મ.સા.
એ શાસ્ત્ર ના આધારે આ તીર્થનો ઈતિહાસ કહ્યો છે.
વાલમ ગામ ની પુરાતન ખાતામાંથી માહિતી મળતાં પ્રાચીનતા નો અનુભવ થાય છે. વાલ્મીકિ પુરાતન નામ પરથી વાલમ નામ રાખવામાં આવ્યું છે. ગામમાં ૨૭ એકરનું તળાવ છે. ૨૭ કુવા -કુઈ છે. ૬૦૦ વર્ષ પ્રાચીન વાવ છે. તેમજ અજૈનો ના ૨૭ મંદિર પણ છે. બ્રાહ્મણના ૪૦૦ ઘર હતા. હાલમાં પટેલોની બહુ જ વસ્તી છે. જૈનો નું કોઇ ઘર નથી. સુલેશ્વરી દેવી નું મંદિર ૭૦૦ વર્ષ પ્રાચીન છે. જે વાલમ ગામ ની કુળદેવી છે. દેરાસર નો વહીવટ ઊંઝા વિસનગર અને મહેસાણાના ટ્રસ્ટી સંભાળે છે. વહીવટ સુંદર ચાલી રહ્યો છે. દાદાની સાલગિરી વૈશાખ સુદ ૬ ની આવે છે. સાલગિરી નો આ જીવન લાભ વાલમનિવાસી કે.પી.શાહ જેઓ મુંબઈ વાલકેશ્વર રહે છે. તેમને લીધો છે. વાલમ ના ટ્રસ્ટી પણ છે.
ભોજનશાળા અને ધર્મશાળા પણ છે. ભાતી પણ અપાય છે. સ્ટાફ બહુ માયાળુ સ્વભાવ નો છે. ઊંઝા અને વિસનગર થી દર પૂનમ અને સુદ ૫ એ પગપાળા જાત્રા કરવા આવે છે. દર બુધવારે યાત્રિકો આવે છે.
મુંબઈ થી અભિષેક કરવા માટે જલદિપ ભાઈ સાથે અમે શ્રાવણ સુદ ૫ ના જન્મ કલ્યાણક ના દિવસે દાદાનો અઢાર અભિષેક ૨૨ વરસ થી કરાવી એ છે. અભિષેક ના સમયે ૫- ૬ વર્ષ પહેલા કેસરના અમી ઝરણાં દરેક પ્રતિમાઓ માં થી થઈ હતી.આખા દેરાસર અને ઘુંમટ માંથી કેસર નો વરસાદ થયો હતો. તે સમયે ઊંઝાના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ તથા વિસનગર ના ટ્રસ્ટી શ્રી નથુભાઈ પણ હાજર હતા. આવા અનેક વાર ચમત્કારો થયા છે.
દેરાસર ના બીજા ગભારા માં ડાબી અને જમણી બાજુ સંપ્રતિ મહારાજા વખત ની પ્રાચીન પ્રતિમા એક મહાવીર સ્વામી અને એક શાંતિનાથ ભગવાન કાઉસ્સગ મુદ્રા માં છે.
વાલમ ની પંચતિથી માં ૧૦ કિ.મી. દૂર કલ્યાણ પાર્શ્વનાથ અને ૨૦ કિ.મી. દૂર મનોરંજન પાર્શ્વનાથ છે. ૧૦૮ પાર્શ્વનાથ ભગવાન ના નામ માં આ બન્ને તીર્થ નો ઉલ્લેખ છે. તેમજ તારંગા તીર્થ ૭૦ કિ.મી દૂર અજિતનાથ ભગવાન બિરાજમાન છે. વડનગર માં પ્રાચીન પાંચ દેરાસર છે અને પ્રાચીન તળેટી નો ઉલ્લેખ છે.
વાલમ ગામમાં વાલમ આશ્રમ પણ છે. આશ્રમમાં લીમડાનો સાબુ અને ખાદી ઉધ્યોગ પ્રખ્યાત છે.
વાલમ તીર્થ નિવાસી હાલ મુંબઈ (મલાડ) નવીનભાઈ પી. શાહ
No comments:
Post a Comment