Friday, 8 May 2020

Sansar ka swaroop संसार का अंत

આ સંસારનો અંત ક્યારે આવ્યો નથી, સંસારનો અંત ક્યારે આવી શકવાનો  નથી, આ વિશ્વમાં કોઈની તાકાત નથી કે સંસારનો અંત લાવી લાવી શકે, પણ વ્યક્તિગત સંસારનો અંત લાવવો હોય તો એ જરૂર આવી શકે છે..તેને માટે પરમાત્માએ લોકોત્તર એવા ધર્મશાશનની સ્થાપના કરી છે..


શાશન તેને માટે જ કામનું છે , તેને માટે જ ઉપકારક છે, જેને તરવું છ..
તરવાનો ભાવ એને જ જાગે છે જેને હું ડૂબી રહ્યો છું એવો અંદાઝ આવે છે..

હું ડૂબી રહ્યો છું એવો અંદાઝ એને જ આવે છે ..જે જાગે છે..

તે જ વ્યક્તિ જાગે છે..જે મોહની પક્કડમાંથી બહાર આવે છે..
 જીવ જયારે મોહની પકડમાંથી બહાર આવે છે ત્યારે તેને પ્રશ્ન થાય છે કે

હું કોણ છું ..?

મારુ સ્વરૂપ શું..?

આ બેહાલીના કારણો કયા છે ..?

બેહાલી કઈ રીતે દૂર થઇ શકે..?

પૈસાની પાછળ દોડનારી દુનિયા..
કામ અને ભોગમાં ગુમનામ બનેલી આ દુનિયા ...
માન મોભો અને સતાની પાછળ ખુવાર થનારી આ દુનિયા..
આ બધા માટે નરક અને તિર્યંન્ચ ગતિના આખાડા નિશ્ચિત કરાયેલા છે .

આ બધાથી બચાવનાર જો કોઈ હોય તો પ્રભુનું શાશન છે..

આપણા પરમ સદ્દભાગ્યે મળેલા શાશનને ચાલો આરાધીયે અને સાચા સુખી બનિયે 

( પ્રવચનના અંશો )

No comments:

Post a Comment

Mahabalipuram

...........*जिनालय दर्शन*........... *महाबलीपुरम तीर्थ* लॉकडाउन के चलते हमारी कोशिश है कि प्रतिदिन आपको घर पर प्रभु दर्शन करा सकें। आज हम आप...